શુક્રવાર, 24 નવેમ્બર, 2023

ગઝલ

પ્રેમનો પગરવ જરા સંભળાય છે;
રોમે રોમે દીવા ત્યારે થાય છે.

પુરપાટ વહેતા પાણી સમ સંસારમાં;
જિંદગી આ જ્યાં ને ત્યાં અટવાય છે

ઘેન એનું કોઈથી ના ઉતરે;
પ્રેમ પણ કેવો કહુંબો પાય છે.

કેટલી શ્રદ્ધા મીરાંને શ્યામમાં;
ઝેર જેવું ઝેર અમૃત થાય છે.

કુંજ ગલીમાં શાંત કોયલ થઈ ગઈ;
જ્યારથી ભમરાઓ ગીતો ગાય છે.

                             -દિનેશ પરમાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો