એમાં ગૂંથ્યો એક મનગમતો મોર;
સખીરી, તારા પાલવની ભાતીગળ કોર.
કોઈ આવીને મારામાં મ્હોરી ગયું;
છાનું છપનું આવીને દિલ ચોરી ગયું,
આજ જાણ્યું મેં કોણ એનું ચોર;
સખીરી, તારા પાલવની ભાતીગળ કોર.
પાલવ આ પ્રેમમાં કેવો લહેરાય;
પાંદડા મર્મરતા ગીત મીઠાં ગાય,
એમાં વાયરાનું ચાલે ના જોર;
સખીરી, તારા પાલવની ભાતીગળ કોર.
આષાઢી આભ આજ કેવું વરતાય;
ચોપાસે ઢેલડીના ટહુકા સંભળાય
પાલવના મોર જોને નફ્ફટ નઠોર;
સખીરી, તારા પાલવની ભાતીગળ કોર.
-દિનેશ પરમાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો