ભીંત પર પીઠીના થાપા લાગ્યા કે થઈ હું તો હરખઘેલી રે લોલ
આજ મારા અંતરના ઓરતા જાગ્યા થઈ હું તો હરખઘેલી રે લોલ
આજ મારી નીંદર કોણ ગયું ચોરી કે થઈ હું તો હરખઘેલી રે લોલ
કોઈ મારા સાયબાને લાવો દોરી કે થઈ હું તો હરખઘેલી રે લોલ
આજ મને સાજનના સપના આવે થઈ કે હું તો હરખઘેલી રે લોલ
પિયુ મારો ફુલડાની વેણી લાવે કે થઈ હું તો હરખઘેલી રે લોલ
આજ હું તો મોરલો ભરવા બેઠી કે થઈ હું તો હરખઘેલી રે લોલ
ધ્યાન જાણે સાયબાનું ધરવા બેઠી કે થઈ હું તો હરખઘેલી રે લોલ
સખી મારા લગનના ગીતડાં ગાતી કે થઈ હું તો હરખઘેલી રે લોલ
સાંભળી હું નખશિખ તરબોળ થાતી કે થઈ હું તો હરખઘેલી રે લોલ
-દિનેશ પરમાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો