ભીતર ઝાકમઝોળ સજનવા
નખશિખ થઈ તરબોળ સજનવા
કેમ કરી ને આવું મળવા
છેટી તારી પોળ સજનવા
કશું સમજમાં આવે ક્યાંથી ?
વાતો તારી ગોળ સજનવા
મારુ સરનામું બીજે ક્યાં ?
દિલમાં તારા ખોળ સજનવા
હરખે વહેંચુ શુભ શુકનમાં
ધાણા સાથે ગોળ સજનવા
-દિનેશ પરમાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો