શુક્રવાર, 24 નવેમ્બર, 2023

ચક્રવાત

ચક્રવાતમાં દરિયો ગાંડોતુર બને છે
માઝા મૂકી લહેરોમાં ચકચૂર બને છે

જીવનમાં માઝા ના મૂકે, સંયમ રાખે
એનું જીવન ખુશીઓથી ભરપૂર બને છે.

વડીલોની વાતોને સૌ દિલથી માને 
કુટુંબ રૂપી વડલો ત્યાં ઘેઘુર બને છે.

એમ કદીએ દરિયો મઝા ના મૂકે પણ
પવન સામે દરિયો પણ મજબુર બને છે.

ફુલગુલાબી સપના જોતો નાવિક દરિયે
ચક્રવાતમાં સપના ચકનાચૂર બને છે

                            -દિનેશ પરમાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો