શુક્રવાર, 24 નવેમ્બર, 2023

પુસ્તક

 અંતરને અજવાળે પુસ્તક
સંશય મનના ટાળે પુસ્તક

અગમ અગોચર અલકમલકનું
ઉજળું ભાવિ ભાળે પુસ્તક

શાંત ચિત્તે વાંચો મનવા
મનને પાડે થાળે પુસ્તક

સદવિચારથી સજ્જ કરે ને
કુ-વિચારો બાળે પુસ્તક

સંકટ સમયે સાચો સાથી
રાખો મનના માળે પુસ્તક
   
-દિનેશ પરમાર

(વિશ્વ પુસ્તક દિન નિમિતે તા. 23/04/2023)



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો