ભર ઉનાળે આ મલકનું સરનામું કોણે બતાવ્યું ?
માવઠું આંગણિયે આવ્યું...!
ચોમાસે વર્ષાનું સ્વાગત કરાય ભાઈ, ઉનાળે કેમ દેવુ માન ?
કુદરતને ઓછો કંઈ ઠપકો અપાય કે આ મોલાત્યુનું રાખો ધ્યાન,
ઠીક હવે ઇશને જે ફાવ્યું;
માવઠું આંગણિયે આવ્યુ...!
શિયાળો જાય અને ચોમાસુ આવે, તો ઉનાળો ગોતવા ક્યાં જાવો ?
ટાબરીયા કૅય ભલે વરસે વરસાદ, તમે આઈસ્ક્રીમ કેન્ડી લઈ આવો,
પછી છીંકોએ આંગણું ગજાવ્યું;
માવઠું આંગણિયે આવ્યુ...!
કેરી ખાવાનો ઉમંગ ઘણો અંતરમાં, આંબે પણ આવ્યો તો મૉર,
માવઠું થયું ભાઈ, મનને મનાવો કે કેરી ખાશું હવે પોર;
મેંગો-ફ્રુટીથી મનને મનાવ્યું,;
માવઠું આંગણિયે આવ્યુ...!
-દિનેશ પરમાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો