વિજોગણની વેદના (દુહા)
*---------------*
ઝરૂખે ઉભી ઝૂરતી, ક્યારે આવે કંથ;
ઉજ્જડ ભાળું પંથ, આ વિજોગણની વેદના.
*---------------*
પિયુ તો પરદેશમાં, એકલવાયી હું;
વિરહની વાતી લૂ, આ વિજોગણની વેદના.
*---------------*
મોભે બોલે કાગ, સાયબો આવે યાદ;
ક્યાં જઈ પાડું સાદ, આ વિજોગણની વેદના.
*---------------*
અંતરમનની વાત, કરીયે કોને જઈ;
ઘડિયું વીતી ગઈ, આ વિજોગણની વેદના.
*---------------*
સપને આવે સાયબો, હૈયે લાગે લાય;
ભીતરમાં શું થાય, આ વિજોગણની વેદના.
*---------------*
માલ મિલકત મેડિયું, લાગે ના ક્યાંય મન;
મારો સાયબો સાચું ધન, આ વિજોગણની વેદના.
-દિનેશ પરમાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો