ચાવી સુખની શોધવા કેવા કર્યા ઉધામા;
ભીતરે જ એ જડી તો સંતૃપ્ત થઈ ગયો.
ચિત્કાર, ડૂમો, વેદના, આ દુઃખ અને દિલાસા;
આંખો એમાં રડી તો સંતૃપ્ત થઈ ગયો.
અટવાઈ હતી જિંદગી જે કોયડામાં રાત દિન;
ઉકલી એની ગડી તો સંતૃપ્ત થઈ ગયો.
વર્ષોથી જેની રાહમાં મેં નેજવા કર્યા;
આવી એ શુભ ઘડી તો સંતૃપ્ત થઈ ગયો.
ઝાંઝવાના જળ સમી થઈ જિંદગી આ પ્રેમમાં;
નજર એની પડી તો સંતૃપ્ત થઈ ગયો.
-દિનેશ પરમાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો