શનિવાર, 23 સપ્ટેમ્બર, 2023

દર્પણ ધરું

સ્હેજ અમસ્તું  ફુલગુલાબી સ્મિત કર ! દર્પણ ધરું
વાત દિલની વદન પર  અંકિત કર ! દર્પણ ધરું

તે કદી આંખોની ભાષા સાંભળી છે ?
આવ સાંભળવું, નજર એક ચિત્ત કર ! દર્પણ ધરું

ખુદની સામે જ લડવું કેટલું દુષ્કર બને
સામે જે દેખાય છે એને તું પરાજિત કર ! દર્પણ ધરું

ધ્યાનથી જો, તારામાં જ  ઈશ દેખાશે તને
હાથ જોડીને તું દર્શન નીત કર  ! દર્પણ ધરું

તારી સામે આયનામાં જે તને દેખાય છે
એ તું જ છે એ વાતને સાબિત કર ! દર્પણ ધરું

                                             -દિનેશ પરમાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો