શનિવાર, 23 સપ્ટેમ્બર, 2023

આશા

મૃગજળ ને લૂ ની વચ્ચે મળશે જ મીઠું ઝરણું,
એવી આશા સાથે રણમાં ફરી રહ્યો છું.

ઈશ્વર છે સાથમાં તો ડરવાનું નથી કારણ,
એવી આશા સાથે દરિયો તરી રહ્યો છું.

ગરજ સારશે કૂંપળ, મારી પર્ણ બનીને;
એવી આશા સાથે વૃક્ષથી ખરી રહ્યો છું.

 સિદ્ધિ  મળશે એક દિવસ એ પાકકુ છે,
એવી આશા સાથે મહેનત કરી રહ્યો છું.

મહેકશે આ દુનિયા ખુશ્બુથી તરબતર થઈ,
એવી આશા સાથે પુષ્પો ધરી રહ્યો છું

                                      -દિનેશ પરમાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો