(1)
રોજ સવારે આવે સૂરજ
સોનેરી કિરણો લાવે સૂરજ
ધરતીને ચમકાવે સૂરજ
અંધારા અટકાવે સૂરજ
શિયાળે બહુ ફાવે સૂરજ
ઠંડી દૂર ભગાવે સૂરજ
ઉનાળે અકળાવે સૂરજ
ગરમી ત્રાસ અપાવે સૂરજ
સંધ્યાના રંગો લાવે સૂરજ
સાંજે ઘેર સિધાવે સૂરજ
(2)
આ દુનિયામાં રોજ સવારે
નવી તાજગી ભરતો સૂરજ
જળ ભરેલી વાદળીઓના
મહાસાગરમા તરતો સૂરજ
સૂરજમુખી બનવા કાજે
બાગ બગીચે ખીલતો સૂરજ
કિરણની સેના સંગાથે
જગ આખામાં ફરતો સૂરજ
ઉગમણે આથમણી બાજુ
આટા ફેરા કરતો સૂરજ
આખો દિવસ ખૂબ તપે ને
સાંજે થોડો ઠરતો સૂરજ
-દિનેશ પરમાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો